હુમલાની ઘટનામાં કુલ 42 જેટલી ફરિયાદ :342 જેટલા લોકોની અટકાયત 

સાબરકાંઠાના ઢૂંઢર ગામમાં બે વર્ષની બાળકી સાથે પરપ્રાંતિય ફેક્ટરી મજૂર દ્વારા દુષ્કર્મની ઘટના બાદ રાજ્યના પાંચ-છ જીલ્લામાં પરપ્રાંતિય લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. આ અંતર્ગત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. શિવાનંદ ઝાએ આ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, સાંબરકાંઠામાં એક બાળકી સાથે જે રીતે દુષ્કર્મની ઘટના બની તે ખુબ આઘાત જનક છે. આ ગુનો કરનાર અપરાધીએ ઝડપી પાડી, તેને સખતમાં સખત સજા થાય તે માટે કાર્યવાહી પણ કરી છે. પરંતુ આ ઘટના બાદ જે રીતે અન્ય નિર્દોષ પરપ્રાંતિય લોકો પર હુમલાની ઘટના સામે આવી રહી છે તે દુખની વાત છે.