વાવાઝોડાથી ઓડિશાના ગંજમ અને ગજપતિ જિલ્લામાં ભારે તબાહી મચી

ચક્રવાતી ‘તિતલી’ વાવાઝોડાથી ઓડિશાના ગંજમ અને ગજપતિ જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ છે. ઓડિશામાં 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. અનેક કાચા મકાનો પણ ધરાશાઈ થઈ ગયા છે. આ વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશમાં 8 લોકોના મોત થયા છે.