રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ખેડૂતોના હક માટે ઘરણા કર્યા

રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકામાં ચાલુ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ખેડૂતોના હક માટે ઘરણા કર્યા છે. સરકારે આ ત્રણેય તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર ન કરીને આ વિસ્તારો સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અલ્પેશે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ખેડૂતોનો પાક બળી ગયો છે અને ઘાસચારાની તંગી ઉભી થવા પામી છે. તમામ તળાવો ખાલી છે .તેમ છતાંય સરકાર દ્વારા આ વિસ્તાર સાથે હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે.