પહેલી ટેસ્ટ રમતાં પૃથ્વીએ સેન્ચૂરી ફટકારી ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું

વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીત્યા બાદ ભલે ભારતની શરૂઆત ખરાબ રહી હોય પરંતુ પહેલી ટેસ્ટ રમી રહેલા પૃથ્વી શો અને ચેતશ્વર પૂજારાએ ભારતને મજબૂત સ્થિતિમાં મૂકી દીધા છે. પહેલી ટેસ્ટ રમતાં પૃથ્વીએ સેન્ચૂરી ફટકારી ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારો પૃથ્વી સૌથી યુવા ભારતીય ક્રિકેટર છે. અગાઉ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમ  શરૂઆતમાં જ એક વિકેટ ગુમાવી હતી.