કલ્ચરલ ફોરમમાં 6 હજાર ખેલૈયા ગરબા રમશે

ગાંધીનગરની કલ્ચરલ ફોરમ દ્વારા 24 વર્ષથી નવરાત્રીનાં ગરબાનું આયોજન થાય છે. શહેરનાં સૌથી લોકપ્રિય ગરબા ગણાતા કલ્ચલ ફોરમનાં ગરબામાં ખેલૈયાઓ તથા દર્શનાર્થીઓની સંખ્યા વધતા સેકટર 8માં સમર્પણ કોલેજનાં ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કર્યુ છે. કલ્ચરલ ફોરમનાં અધ્યક્ષ કૃષ્ણકાંતભાઇ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે ખેલૈયાઓ-દર્શનાર્થીઓની વધતી સંખ્યાને લઇને 51 હજાર ચોરસ મિટરનું સેકટર 8નું આ ગ્રાઉન્ડ પસંદ કરવામાં આવ્યુ છે.