રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનબે દિવસ  માટે ભારતની મુલાકાતે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારથી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી ભારત-રશિયા વાર્ષિક દ્વીપક્ષીય બેઠકમા ભાગ લેશે. ભારત-રશિયા વચ્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ સહિત 20 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાનો અંદાજ છે. રશિયન સંસદના એક ટોપ ઓફિસરના જણાવ્યા પ્રમાણે ભારત મુલાકાતમાં પુતિન 5 બિલિયન ડોલર (અંદાજે 36 હજાર કરોડ રૂપિયા)ના S-400 ડિફેન્સ સિસ્ટમ ડીલ પર સાઈન કરી શકે છે.