કેન્દ્ર બાદ ગુજરાત સરકારે પણ ઘટાડ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ

પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવને કારણે પરેશાન ગુજરાતની જનતાને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકાર દ્ધારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અઢી રૂપિયાના ઘટાડા બાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના ભાવમાં ઘટાડા બાદ ગુજરાતની પ્રજાને હવે પેટ્રોલ અને ડિઝલ પાંચ રૂપિયા સસ્તુ મળશે.