ગંગા નદીને બચાવવા માટે 111 દિવસના ઉપવાસ બાદ પ્રો. જીડી અગ્રવાલનું નિધન

ગંગા નદીમાં પ્રદુષણ એક ખૂબજ મોટો મુદ્દો છે અને તેને લઈને ચર્ચા અને દાવાઓ થતાં રહે છે પરંતુ ખૂબજ ઓછા લોકો એવા છે જે આ મુદ્દાને લઈને સંવેદનશીલ છે. એવા જ એક પર્યાવરણવિદ જીડી અગ્રવાલ ગંગાના મુદ્દાને લઈને 111 દિવસથી અનશન પર બેઠા હતા. જેનું 86 વર્ષની વયે ગુરુવારે ઋષિકેશના એમ્સમાં નિધન થઈ ગયું છે.