શારદીય નવરાત્રિનો ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં આરંભ

આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રિનો ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં આરંભ થયો છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના સમર્પણ ગરબા ગ્રાઉન્ડમાં અંબાજીના 71 ફૂટ ઊંચા ગબ્બરનું નિર્માણ કરાયું છે. ગબ્બરના સાનિધ્યમાં ચોકમાં રંગબેરંગી ભાતીગળ વસ્ત્રોમાં શોભતા ખેલૈયાઓએ મન મુકીને ગરબે રમવાનું શરૂ કરી દીધું છે.