દુષ્કર્મની ઘટના બાદ ઠેરઠેર પરપ્રાંતિયો હુમલા : ગાંધીનગર રેન્જમાં 20 બનાવ

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જે હુમલાની ઘટનાને સાંખી લેવામાં નહીં આવે. આવું કૃત્ય કરનારને કડક હાથે ડામી દેવામાં આવશે. રાજ્યમાં કેટલીક જગ્યાએ પરપ્રાંતિયો પર હુમલા કરવામાં આવ્યા છે. મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં હુમલાના બનાવ બન્યા છે.