એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડીલ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને ધમકી

રશિયાથી 39 હજાર કરોડ રૂપિયાની એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડીલ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે રશિયા સાથે સંરક્ષણ ડીલ કરવા બદલ ભારત પર ટૂંકમાં જ કાટ્સા પ્રતિબંધો લદાશે. અમે તેનાથી ભારતને વાકેફ કરાવીશું. ભારત અને રશિયા વચ્ચે થયેલા સોદા વિશે પૂછતાં ટ્રમ્પે કહ્યું કે ભારતને ખબર પડી જશે. ભારતને ખબર પડવા જઈ રહી છે. તમે જલદી જ જોશો. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઇરાનથી 4 નવેમ્બરની સમયમર્યાદા બાદ ઓઈલની આયાત જારી રાખનારા દેશોને પણ અમેરિકા જોઈ લેશે.