દેશનો 86મો એરફોર્સ ડે : પરેડમાં 44 અધિકારીઓ અને 258 જવાન વાયુસેનાની તાકાત

દેશની શાન માનવામાં આવતા વાયુસેના માટે આજે ગૌરવનો દિવસ છે. આજે દેશનો 86મો એરફોર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ગાઝિયાબાદના હિંડન એરબેઝમાં સવારે 8 વાગ્યાથી જ વાયુસેનાના જવાનો જમીનથી આસમાન સુધી તેમની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. જેથી દુનિયા ભારતના જંગી જહાજોની તાકાત જોઈ શકે. આ પરેડમાં 44 અધિકારીઓ અને 258 જવાન વાયુસેનાની તાકાતનું પ્રદર્શન કરશે.