જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલાં તબક્કાનું મતદાન શરૂ

જમ્મુ-કાશ્મીરમાં 13 વર્ષ પછી સોમવારે શહેરની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલાં તબક્કાનું મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં 4.42 લાખથી વધારે મતદારો વોટિંગ કરશે. જમ્મુ-નગર નિગમમાં 505 અને લોકલ સમિતિઓમાં 79 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. અહીં પહેલીવાર ઈવીએમથી વોટિંગ થઈ રહ્યું છે. પરિણામ 20 ઓક્ટોબરે આવશે. આ પહેલાં રાજ્યમાં 2005માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ હતી. રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.