પરપ્રાંતીયો પર હુમલા બાદ હજારો લોકોએ ગુજરાત છોડ્યું

બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યનાં અનેક વિસ્તારોમાં પરપ્રાંતીય નાગરીકોને ટારગેટ કરાયા છે. જેને પગલે તેઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. ઘર ખાલી કરવાની સતત મળી રહેલી ધમકીઓ અને હૂમલાઓની આશંકાને પગલે રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં હજારો લોકોએ ગુજરાત છોડ્યું છે. જો સ્થિતિ સુધરશે નહીં તો હજુ ગુજરાતમાંથી હિજરત કરી જવાનો આંકડો વધશે. પોલીસ પરપ્રાતીયો પર હુમલા કરવાનાને લઈને 431 લોકોની અટકાયત કરી છે. રાજ્યમાં કુલ 57 કેસ નોંધાયા છે. સૌથી વધુ મહેસાણા જિલ્લામાં કેસ નોંધાયા છે.