રંગમંચનું ભાડુ 20 હજારના બદલે 15 હજાર કરવાનો ઠરાવ

સરકાર દ્વારા સેક્ટરોના રંગમંચ સંચાલન અને જાળવણી માટે સોંપવામાં આવ્યા પછીમહાપાલિકા દ્વારા અંદાજે 15 કરોડના ખર્ચે તેનું રિનોવેશન કરીને પાર્ટી પ્લોટ સ્ટાઇલમાં વિકસાવવામાં આવ્યા છે. પરંતુ આખરે મહાપાલિકાએ આ ખર્ચની વસૂલાત નગરવાસીઓ પાસેથી કરવાની હોય તેમ તેનું એક દિવસનું ભાડુ રૂપિયા 20 હજાર કરવાનો નિર્ણય કરતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા અહિંસક આંદોલન છેડવાની ચિમકી આપવામાં આવ્યાના પગલે બુધવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ભાડુ 20 હજારના બદલે 15 હજાર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.